Pular para o conteúdo
Publicidade

સંદર્શન 4

સ્વર્ગમાં રાજ્યાસન

1 ત્યાર પછી મેં જોયું તો જુઓ, સ્વર્ગમાં એક બારણું ઊઘડેલું હતું. અને પહેલી વાણી મેં જે સાંભળી તે રણશિંગડાંનાં અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે મને કહ્યું, કે, "અહીં ઉપર આવ હવે પછી જે બનવાનું છે તે હું તને બતાવીશ." 2 તે જ ક્ષણે હું આત્મામાં હતો. સ્વર્ગમાં રાજ્યાસન પર કોઈ એક બિરાજમાન હતા. 3 જે બેઠેલા હતા તેમનો દેખાવ યાસપિસ અને મોતી જેવો હતો; અને રાજયાસનની આસપાસ એક મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો. 4 રાજ્યાસનની આસપાસ બીજા ચોવીસ આસનો હતાં, જેનાં પર ચોવીસ વડીલો બેઠાં હતા. તેઓએ શ્વેત વસ્ત્રો અને સોનાનાં મુગટ પહેર્યા હતાં. 5 રાજ્યાસનમાંથી વીજળીઓ, અવાજો અને ગર્જનાઓ નીકળતાં હતાં. રાજ્યાસનની આગળ સાત દીવા સળગતાં હતા. જે ઈશ્વરના સાત આત્મા છે. 6 રાજ્યાસનની સામે સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો.

રાજ્યાસનની મધ્યે અને તેની ચારે બાજુએ, આગળ પાછળ આંખોથી ભરપૂર એવાં ચાર જીવંત પ્રાણી ઊભાં હતાં. 7 પહેલું પ્રાણી સિંહ જેવું હતું, બીજું પ્રાણી બળદ જેવું હતું. ત્રીજા પ્રાણીનું મોં મનુષ્યનાં મોં જેવું હતું અને ચોથાનું સ્વરૂપ ઊડતા ગરૂડના જેવું હતું. 8 આ પ્રત્યેક જીવંત પ્રાણીઓને છ છ પાંખો હતી અને તેઓ આંખોથી ભરપૂર હતાં, રાતદિવસ વિસામો લીધા નિરંતર તેઓ કહે છે કે:

"પવિત્ર, પવિત્ર, પવિત્ર છે,

સર્વશકિતમાન પ્રભુ ઈશ્વર,

જે હતા, જે છે અને જે આવનાર છે."

9 રાજ્યાસન પર જે બિરાજમાન છે, જે સદાસવઁકાળ જીવંત છે, તેમના જયારે તે પ્રાણીઓએ ગૌરવ, માન અને સ્તુતિ ગાશે, 10 ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બિરાજેલાંને ચરણે નમશે, અને જે સદાસવઁકાળ જીવંત છે તેની આરાધના કરશે, ને રાજ્યાસન સમક્ષ પોતાના મુગટ ઉતારી દઈને કહેશે કે:

11 "ઓ અમારા પ્રભુ અને ઈશ્વર,

સર્વ ગૌરવ, માન તથા પરાક્રમ પામવાને તમે જ યોગ્ય છો,

કારણ કે સર્વનું સર્જન તમે કર્યું છે.

અને તમારી ઇચ્છાથી તેઓ હતા,

અને તેઓ ઊત્પન્ન થયા."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.