Pular para o conteúdo
Publicidade

સંદર્શન 5:1-6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઓળિયું અને હલવાન

1 રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું. તેની બંને બાજુએ લખેલું હતું અને સાત મુદ્રાથી તે બંધ કરેલું હતું. 2 અને મેં એક પરાક્રમી દૂતને જોયો, તેણે મોટે અવાજે પોકારીને કહ્યું, "આ ઓળિયું ખોલવાને તથા તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે?" 3 પરંતુ સ્વર્ગમાં કે પૃથ્વીમાં કે પૃથ્વીને નીચે તે ઓળિયું ખોલવાં અને તેમાં જોવાને કોઈ સમર્થ ન હતું. 4 હું ખૂબ રડયો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય મળ્યું નહિ. 5 ત્યારે વડીલોમાંથી એકે મને કહ્યું, "રડીશ નહિ! જો યહૂદાના કુળનો સિંહ, તથા દાવિદનું મૂળ, વિજય પામ્યો છે. ઓળિયું ખોલવાને તથા સાત મુદ્રા તોડવાને તે યોગ્ય છે."

6 પછી મે એક મારી નંખાયેલા જેવું હલવાન જોયું, રાજ્યાસનની મધ્યમાં ઊભેલું હતું, જેની આસપાસ ચાર જીવંત પ્રાણીઓ અને વડીલો હતાં. હલવાનને સાત શિંગડાં તથા સાત આંખો હતી, તે ઈશ્વરના સાત આત્મા છે અને જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે મહોરબંધ કરેલું હતું. 2 તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, ‘આ ઓળિયું ખોલવાને અને તેનું મહોર તોડવાને કોણ યોગ્ય છે?’"

    3 પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો. 4 ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહિ. 5 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.

    6 રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.