Pular para o conteúdo
Publicidade

સંદર્શન 5:5,6,9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 ત્યારે વડીલોમાંથી એકે મને કહ્યું, "રડીશ નહિ! જો યહૂદાના કુળનો સિંહ, તથા દાવિદનું મૂળ, વિજય પામ્યો છે. ઓળિયું ખોલવાને તથા સાત મુદ્રા તોડવાને તે યોગ્ય છે."

6 પછી મે એક મારી નંખાયેલા જેવું હલવાન જોયું, રાજ્યાસનની મધ્યમાં ઊભેલું હતું, જેની આસપાસ ચાર જીવંત પ્રાણીઓ અને વડીલો હતાં. હલવાનને સાત શિંગડાં તથા સાત આંખો હતી, તે ઈશ્વરના સાત આત્મા છે અને જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. 9 અને તેઓએ નવું ગીત ગાતા કહ્યું:

"તમે ઓળિયું લેવાને

તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો,

કેમકે તમને મારી નાંખવામાં આવ્યા હતા,

ઈશ્વરને માટે સર્વ કુળોમાંથી, પ્રજાઓમાંથી, ભાષાના તથા દેશોમાંના

લોકોને તમે તમારાં રકત વડે ખરીદ્યાં છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.

    6 રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.

    9 તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મહોર તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.