મુદ્રાઓ
1 હું જોતો હતો તેવામાં જ હલવાને સાત મુદ્રામાંની એકને ખોલી. તો ચાર જીવતાં પ્રાણીઓમાંના એકને બોલતાં સાંભળ્યું જાણે ગર્જના થતી હોય તેવાં અવાજે કહ્યું, "આવ!" 2 મેં જોયું, તો એક શ્વેત ઘોડો મારી સામે હતો! તેના પર સવાર થયેલાનાં હાથમાં ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો હતો.
9 જયારે તેણે પાંચમી મુદ્રા ખોલી, ત્યારે મેં વેદીની નીચે ઇશ્વરના વચનને લીધે અને પોતે જે સાક્ષીને વળગી રહ્યાં હતાં તેને લીધે તેઓને મારી નાખવામાં આવ્યા હતાં તે આત્માઓને મેં જોયા. 10 તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું, "ઓ સર્વોપરી પ્રભુ, પવિત્ર અને સત્ય, પૃથ્વીનાં લોકનો તમે ન્યાય કરો અને તેઓની પાસેથી અમારા રકતનો બદલો લેવાને હજી કેટલીવાર છે?" 11 પછી તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો, અને તેઓને કહેવામાં આવ્યું કે, પૃથ્વી પરના તમારાં સાથી સેવકો અને તમારા ભાઈઓ અને બહેનો, જેઓ તમારી માફક માયાઁ જવાનાં છે, તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી તમે રાહ જુઓ.