Pular para o conteúdo
Publicidade

સંદર્શન 7:1-8

1,44,000 મુદ્રાંકિત

1 પછી મેં પૃથ્વીનાં ચાર ખૂણે ચાર દૂતો ઊભેલા જોયા, તેઓએ પૃથ્વીનાં ચાર વાયુને અટકાવી રાખ્યાં હતા જેથી પૃથ્વી પર, સમુદ્ર પર અને કોઈ પણ વૃક્ષ પર કોઈ પવન વાય નહિ. 2 વળી મેં પૂર્વ દિશાએથી બીજા એક દૂતને જીવંત ઈશ્વરની મુદ્રા લઈને આવતો જોયો. જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને નુકશાન કરવાની સત્તા આપવામાં આવી હતી તેઓને તેણે મોટે અવાજે કહ્યું: 3 "ઈશ્વરના સેવકોના કપાળ પર મુદ્રા ન કરી રહીએ, ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે વૃક્ષને નુકશાન કરશો નહિ." 4 પછી મુદ્રિત થયેલાંની સંખ્યા મેં સાંભળી. ઇઝરાયેલના સવઁ કુળોમાંથી એક લાખ ચુમ્માળીસ હજારને મુદ્રાંકિત કરવામાં આવ્યા હતા.

5 યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રાકિત થયા,

રૂબેનના કુળમાંના બાર હજાર

ગાદનાં કુળમાંના બાર હજાર

6 આશેરના કુળમાંના બાર હજાર

નફતાલીનાં કુળમાંના બાર હજાર

મનાશ્શાના કુળમાંના બાર હજાર

7 શિમયોનનાં કુળમાંના બાર હજાર

લેવીનાં કુળમાંના બાર હજાર

ઇસ્સાખારના કુળમાંના બાર હજાર

8 ઝબૂલોનના કુળમાંના બાર હજાર

યોસેફના કુળમાંના બાર હજાર

બિન્યામીનના કુળમાંના બાર હજાર.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.