સાતમી મુદ્રા અને સોનાની ધૂપદાની
1 જયારે તેણે સાતમી મુદ્રા ખોલી, ત્યારે સ્વર્ગમાં અર્ધા કલાક સુધી શાંતિ થઈ ગઈ.
2 અને મેં ઈશ્વર આગળ ઊભા રહેનાર સાત દૂતોને જોયા, અને તેઓને સાત રણશિંગડાં આપવામાં આવ્યા.
3 ત્યાર પછી બીજો એક દૂત સોનાનું ધૂપપાત્ર લઈને આવ્યો અને વેદી પાસે ઊભો રહ્યો. રાજ્યાસન સમક્ષ રહેલી સુવર્ણ વેદી પર ઈશ્વરના લોકની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે તેને પુષ્કળ ધૂપ આપવામાં આવ્યો. 4 દૂતના હાથમાંથી ધૂપનો ધુમાડો, ઇશ્વરના લોકોની પ્રાર્થનાઓ એક સાથે ઈશ્વર આગળ પહોંચ્યા. 5 પછી દૂતે તે ધૂપપાત્ર લીધું, તેમાં વેદી પરનો અગ્નિ ભયોઁ, અને તેને પૃથ્વી પર ઠાલવ્યું; અને ત્યાર પછી ભારે ગર્જનાઓ થઈ, કડાકા થયા, વીજળીના ચમકારા અને ધરતીકંપ થવા લાગ્યા.