મંડળીમાં વડિલોની પક્ષાપક્ષી
10 ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ મસીહને નામે હું તમને વિનંતી કરું છું કે, તમે બધા એકબીજા સાથે એકમતના થાઓ, અને તમારામાં કોઇ ભાગલા ન પડે, પણ મનમાં અને વિચારમાં પૂણઁ રીતે એક થાઓ. 11 ભાઈઓ અને બહેનો, કલોએના ઘરના કેટલાકે મને કહ્યું છે કે તમારામાં ઝગડા છે. 12 મારા કહેવાનો અથઁ આ છેઃ તમારાંમાંનો એક કહે છે કે: "હું પાઉલને અનુસરુ છું," બીજો કહે છે કે, "હું અપોલસને અનુસરુ છું," બીજા, "હું કેફાને અનુસરુ છું," વળી બીજા કેટલાક કહે છે "હું મસીહને અનુસરુ છું."