Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 10:1-12

ઇઝરાયેલના ઈતિહાસમાંથી ચેતવણીઓ

1 કેમકે ભાઈઓને બહેનો હું નથી ચાહતો કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો, આપણા પૂર્વજોને મેઘસ્તંભની છાયા નીચે તેઓને સમુદ્રમાં થઈને પાર ઉતાર્યા. 2 અને તેઓ મોશેને અનુસરતા વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. 3 તેઓ સર્વએ એક જ આત્મિક ખોરાક ખાધો. 4 વળી તે સર્વએ આત્મિક પાણી પીધું, કેમકે તેઓએ સાથે આવનાર આત્મિક ખડકમાંથી પીધું, અને તે ખડક તો મસીહ હતા. 5 આમ છતાં તેઓમાંના ઘણાં પર ઈશ્વર પ્રસન્ન ન હતા, તેથી તેઓના શરીર અરણ્યમાં જ નાશ પામ્યા.

6 આ પરથી આપણને દાખલો મળે છે કે, તેઓની જેમ આપણે ભૂંડી બાબતોની ઇચ્છા રાખીએ નહિ. 7 કે મૂર્તિપૂજક ન થઈએ, જેમ તેમાનાં ઘણાં હતા તેમ, જેમ શાસ્ત્રમાં લખેલું છે: તેઓ ખાવાંપીવાં બેઠા અને ઊઠીને નાચગાન કરવા લાગ્યા. 8 જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક જ દિવસમાં ત્રેવીસ હજાર માણસો માર્યા ગયા. તેમ આપણે ન કરીએ. 9 આપણે મસીહની કસોટી ન કરીએ, જેમ તેઓમાનાં કેટલાએકે કયુઁ, અને તેઓ સર્પદંશથી માર્યા ગયા. 10 અને તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારક દૂત દ્રારા તેઓનો નાશ કરવામાં આવ્યો, તેમ તમે કચકચ ન કરો.

11 આપણે દાખલો લઈએ માટે તેઓને આ થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે તેવી ચેતવણી આપણને મળે માટે તે શાસ્ત્રમાં લખવામાં આવ્યું. 12 માટે જે કોઇ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.