Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 10:14-22

મૂર્તિઓનું નૈવેદ અને પ્રભુ ભોજન

14 તેથી મારા વહાલાં મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો. 15 હું તમને ડાહ્યા સમજીને વાત કરું છું; હું શું કહું છું તેનો તમે પોતે જ ન્યાય કરો કે 16 જે પ્યાલા માટે આપણે આભારસ્તુતિ કરીએ છે, તે શું મસીહના રકતના સહભાગી નથી? અને આપણે જે રોટલી ભાંગીએ છીએ, તેથી શું આપણે મસીહના શરીરનાં સહભાગી થતા નથી? 17 કેમકે એક જ રોટલી છે, આપણે ઘણાં હોવા છતાં, એક શરીર છીએ, કેમકે આપણે સર્વ એક જ રોટલીનાં ભાગીદાર છીએ.

18 ઇઝરાયેલી લોકોનો વિચાર કરો: જે લોકો બલિદાન ખાય છે તેઓ શું વેદીના સહભાગી નથી. 19 તો હું શું કહું છું? મૂર્તિનું નૈવેદ કંઈ છે, અથવા મૂર્તિ કંઇ છે? 20 ના, પણ મૂતિઁપૂજકના બલિદાન ઇશ્વરને નહિ, પણ ભૂતપિશાચોને આપે છે, અને હું નથી ઇચ્છતો કે તમે ભૂતપિશાચોના ભાગીદાર બનો. 21 તમે પ્રભુનો પ્યાલો અને ભૂતપિશાચોનો પ્યાલો પી શક્તા નથી; તેમજ તમે પ્રભુની મેજની સાથે અને ભૂતપિશાચોની મેજનાં ભાગીદાર થઇ શક્તા નથી. 22 શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં બળવાન છીએ?

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.