પ્રભુભોજનનાં દુરુપયોગમાં સુધારો
17 આટલું કહીને હું તમારા વખાણ કરતો નથી, કેમકે તમારું એકઠાં મળવું સુધારા કરતા નુકશાનકારક છે. 20 તેથી જ્યારે તમે એકઠા થાઓ છો, ત્યારે પ્રભુનું ભોજન તમે ખાતા નથી. 21 પણ જ્યારે તમે ખાઓ છો ત્યારે તમારું પોતાનું ભોજન આગળથી કરો છો, પરીણામે એક ભૂખ્યો રહે છે અને બીજો પીને મસ્ત થાય છે. 22 શું તમારે માટે ખાવાપીવા માટે ઘર નથી? અથવા જેમની પાસે કંઈ નથી તેઓનું અપમાન કરીને તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો? હું તમને શું કહું? શું હું તમારા વખાણ કરું? ના! ખરેખર આ વાતમાં નહિ!
27 તેથી જો કોઈ અયોગ્ય રીતે રોટલી ખાય અને આ પ્યાલામાંથી પીએ તો તે પ્રભુના શરીર અને લોહીની વિરુધ્ધ પાપ કરે છે. 29 જો કોઈ મસીહના શરીરનો મર્મ સમજ્યાં વગર રોટલી ખાય છે અને પ્યાલામાંથી પીએ છે તો તે ખાઘાથી તથા પીધાથી પોતાને શિક્ષા પાત્ર ઠરાવે છે. 30 આને લીધે જ તમારાંમાંના ઘણાં નબળાં અને બીમાર છે અને કેટલાક તો ઊંઘી ગયા છે.
33 તેથી, ભાઈઓ અને બહેનો, જયારે તમે ખાવા એકઠા મળો ત્યારે બધા સાથે ખાઓ.