Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 11:20-29

20 તેથી જ્યારે તમે એકઠા થાઓ છો, ત્યારે પ્રભુનું ભોજન તમે ખાતા નથી. 21 પણ જ્યારે તમે ખાઓ છો ત્યારે તમારું પોતાનું ભોજન આગળથી કરો છો, પરીણામે એક ભૂખ્યો રહે છે અને બીજો પીને મસ્ત થાય છે. 22 શું તમારે માટે ખાવાપીવા માટે ઘર નથી? અથવા જેમની પાસે કંઈ નથી તેઓનું અપમાન કરીને તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો? હું તમને શું કહું? શું હું તમારા વખાણ કરું? ના! ખરેખર આ વાતમાં નહિ!

23 કેમકે પ્રભુ તરફથી મને જે મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું: જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા તે રાત્રે તેમણે રોટલી લીધી, 24 અને જ્યારે તેમણે આભાર માન્યો. ત્યારે તેમણે ભાંગીને કહ્યું, "આ મારું શરીર છે જે તમારે માટે છે. મારી યાદગીરીને માટે આ કરો." 25 એ જ રીતે, ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું, "આ પ્યાલો મારા રક્તમાનો નવો કરાર છે. જેટલી વાર તમે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો." 26 કારણ કે જયારે તમે આ રોટલી ખાઓ છો ત્યારે અને આ પ્યાલામાંથી પીઓ છો ત્યારે તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો.

27 તેથી જો કોઈ અયોગ્ય રીતે રોટલી ખાય અને આ પ્યાલામાંથી પીએ તો તે પ્રભુના શરીર અને લોહીની વિરુધ્ધ પાપ કરે છે. 28 માટે આ રોટલી ખાતાં પહેલાં અને આ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે પોતાની પરીક્ષા કરવી. 29 જો કોઈ મસીહના શરીરનો મર્મ સમજ્યાં વગર રોટલી ખાય છે અને પ્યાલામાંથી પીએ છે તો તે ખાઘાથી તથા પીધાથી પોતાને શિક્ષા પાત્ર ઠરાવે છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.