1 જો કે હું માણસોની કે દૂતોની ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો હું માત્ર રણકાર કરનાર પિતળ કે ઝમકાર કરનાર ઝાંઝનાં જેવો છું. 2 જો મને પ્રબોધ કરવાનું દાન હોય અને ભવિષ્યમાં જે બનવાનું છે તે બધું હું જાણતો હોઉં, અને જો હું પવઁતોને પણ ખસેડી શકું એવો મને વિશ્વાસ હોય પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી. 3 મારી પાસેની તમામ સંપતી હું ગરીબોને આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોઁપુ, પણ મારામાં પ્રેમ ન હોય તો મને કંઇ લાભ નથી.
13 હવે વિશ્વાસ, આશા અને પ્રેમ એ ત્રણે સદાકાળ ટકી રહે છે: પરંતુ એ સર્વમાં પ્રેમ શ્રેષ્ઠ છે.