Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 14:1,3,24,25,29,30,32

આરાધનાંમાં સુગમતા

1 પ્રેમને અનુસરો અને આત્મિક દાનોની ઈચ્છા રાખો, વિશેષ કરીને પ્રબોધ કરવાની. 3 પણ જે પ્રબોધ કરે છે, તે લોકોને મજબુત કરવાને, ઉત્તેજન આપવાને, અને દિલાસો આપવાને બોલે છે;

24 પણ જો અવિશ્વાસી કે અભણ અંદર આવે કે જયારે સવઁ પ્રબોધ કરતાં હોય, તેઓને પાપની ખાતરી થાય છે અને તેના વડે તેનો ન્યાય થશે. 25 અને તેમના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે. અને તે ઘુંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું તે જાહેર કરશે.

29 બે કે ત્રણ પ્રબોધ કરે અને બીજા તે શું કહે છે તેની તુલના કરે. 30 અને જો બેઠેલાંમાના કોઇને પ્રકટીકરણ થાય, તો પ્રથમ બોલનારે બોલવાનું બંધ કરવું, 32 પ્રબોધકનાં આત્માઓ પ્રબોધકને આધીન છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.