14 અને જો મસીહ ઉઠયા નથી તો પછી અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. 15 વળી અમે ઇશ્વરના જુઠા સાક્ષી છીએ, કેમકે અમે ઈશ્વર વિશે એવી સાક્ષી આપીએ છીએ કે તેમણે મસીહને મુએલામાંથી ઊઠાડયા, પણ જો ખરેખર મૂએલા ઊઠતા નથી તો તેમણે તેમને ઉઠાડયા નથી. 16 કેમકે જો મૂએલાં સજીવન થતાં નથી તો મસીહ પણ સજીવન થયા નથી; 17 અને જો મસીહ ઉઠયા નથી, તો તમારો વિશ્વવાસ વ્યથઁ છે; હજી સુધી તમે તમારા પાપમાં છો. 18 વળી મસીહમાં જેઓ ઊંઘી ગયા છે, તેઓ પણ નાશ પામ્યા છે. 19 જો આપણે માત્ર આ જીવનમાં મસીહ પર આશા રાખી હોય તો સવઁ લોકો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
Publicidade
1 કરિંથીઓને 15:14-19
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
14 અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી. તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે.
15 અને અમે ઈશ્વરના જૂઠા સાક્ષીઓ ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી આપી, કે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યાં, પણ જો મૂએલાં ઊઠતાં નથી, તો ઈસુને પણ સજીવન કરવામાં આવ્યા નથી. 16 કેમ કે જો મૂએલાંઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. 17 અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો.
18 અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. 19 જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.