Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 15:3-8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 મને જે પ્રાપ્ત થયું તે મેં તમને પહેલેથીજ જણાવી દીધું છે કે: શાસ્ત્ર પ્રમાણે મસીહ આપણા પાપોને માટે મરણ પામ્યા; 4 તેમને દફનાવવામાં આવ્યા; અને શાસ્ત્ર પ્રમાણે ત્રીજે દિવસે તેઓને સજીવન કરવામાં આવ્યા. 5 અને તેઓ કેફાને દેખાયા, અને પછી બારને. 6 ત્યાર પછી એક સાથે પાંચસો કરતાં વધારે ભાઈઓ અને બહેનોને તેમણે દર્શન દીધું. તેમાંનાં કેટલાક સુઈ ગયા છે, પણ ઘણાં હજી હયાત છે. 7 પછી યાકોબને દેખાયા, અને ત્યાર બાદ તમામ પ્રેષિતોને. 8 જાણે મોડો જન્મ્યો હોઉં તેમ, સૌથી છેલ્લા મને પણ તેમણે દર્શન આપ્યું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા; 4 વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.’"

    5 કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું. 6 ત્યાર પછી પાંચસો કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા; તેઓમાંના ઘણાં હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે. 7 ત્યાર પછી યાકૂબને અને પછી સર્વ પ્રેરિતોને ઈસુએ દર્શન આપ્યું.

    8 સૌથી છેલ્લે જેમ અકાળે જન્મેલો હોય તેમ મને પણ ઈસુએ દર્શન આપ્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.