પુનરુત્થાન પામેલ શરીર
35 પણ કોઈ પૂછશે કે, "મૂએલાં કેવી રીતે સજીવન થાય છે? અને તેઓ કેવાં પ્રકારનાં શરીર ધારણ કરશે?" 36 કેવી મૂર્ખાંઈ! તું પોતે જે વાવે છે તે જો ન મરે તો તે સજીવન થશે નહિ. 37 જ્યારે તમે વાવો છો, તે જે શરીર થવાનું છે તે વાવતા નથી, પણ ફક્ત બી હોય છે, કદાચ ઘઉંનાં કે બીજા કશાનાં હોય. 38 પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તમને શરીર આપે છે, અને દરેક પ્રકારનાં બીને પોતાનું ખાસ શરીર હોય છે.
42 મૂએલાનાં પુનરુત્થાનમાં પણ એવુ જ થશે. જે શરીર વાવવામાં આવે છે તે નાશવંત છે, એ તો અવિનાશમાં ઊઠાડાય છે. 43 તે અપમાનમા વવાય છે, અને ગૌરવમાં ઊઠાડાય છે; નિબઁળતામાં વવાય છે, અને પરાક્રમમાં ઉઠાડાય છે; 44 કુદરતી શરીર વવાય છે, આત્મિક શરીર ઊઠાડાય છે.
જો કુદરતી શરીર છે તો આત્મિક શરીર પણ છે.