લગ્ન જીવન વિશે
1 હવે જે બાબતો માટે તમે લખી મોકલાવ્યું તેના વિશે: "પુરુષ માટે સ્ત્રી સાથે જાતીય સબંધ ન રાખવો તે સારું છે." 2 પરંતુ વ્યભિચાર ચાલી રહ્યો છે, તેથી દરેક પુરુષે પોતાની પત્ની સાથે, અને દરેક સ્ત્રીએ પોતાના પતિ સાથે જાતીય સબંધ બાંધવો જોઈએ.
8 હવે હું અપરિણીત અને વિધવાઓને કહું છું: તેમના માટે અપરિણીત રહેવું સારું છે જેમ હું છું તેમ. 9 પણ જો તમે સંયમ રાખી શકતા ન હો, તો તેઓ પરણે. બળવા કરતાં પરણવું વધારે સારું છે.
અપરિણીત વિશે
25 હવે કુંવારીઓ વિશે: પ્રભુ તરફથી મને કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યકિત તરીકે હું મારો અભિપ્રાય આપું છું. 26 હાલનાં સંકટને કારણે, મને લાગે છે કે, માણસ જેવો છે તેવો જ રહે તે સારું છે. 27 શું પત્નિ સાથે બંધાયેલો છે? તો તું તેનાથી છુટો થવાની ઇચ્છા ન રાખ. શું તું આવા વચનથી મુકત છે? પત્નિની ઇચ્છા ન રાખ. 28 પણ જો તું પરણે, તો તેં પાપ કયુઁ એમ નથી; અને જો કુંવારી પરણે તો તેણે પાપ નથી કયુઁ. પણ જેવો પરણે છે તેઓને જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ હું તમારો બચાવ કરવા ઇચ્છું છું.