Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 7:32-35

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

32 તમે દરેક રીતે ચિંતાથી મુક્ત રહો એવી મારી ઇચ્છા છે. અપરિણીત પુરુષ પ્રભુનાં કાર્યની ચિંતા કરે છે, તે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો; 33 પરંતુ, પરણીત પુરુષ દુનિયાદારીની ચિંતા કરે છે, તે પોતાની ને કેવી રીતે પ્રસન્ન કરી શકે. 34 અને તેના હિતો વહેંચાયેલા છે, અપરિણીત સ્ત્રી અને કુંવારી પ્રભુના કાયઁની ચિંતા કરે છે, તેનો ધ્યેય શરીર અને આત્મા બંનેને સમઁપિત રહેવાનો છે, પરંતુ પરણિત સ્ત્રી દુનિયાદારીની ચિંતા કરે છે, પોતાના પતિને કેવી રીતે પ્રસન્ન કરી શકે. 35 હું આ તમારા પોતાના ભલા માટે કહું છું, તમને રોકવા માટે નહિ, પણ તમે પ્રભુની ભકિતમાં યોગ્ય રીતે ચાલો માટે કહું છું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    32 પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો; 33 પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી. 34 તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.

    35 પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.