12 જો બીજાને તમારી પાસેથી બદલો મળે છે તો તેઓના કરતાં શું અમને વધારે ન હોવું જોઈએ?
છતાં અમે આ હકનો ઉપયોગ કયોઁ નથી, એને બદલે, મસીહની સુસમાચારનો અટકાવ ન થાય માટે સહન કરીએ છીએ.
13 મંદિરમાં સેવા કરનારાઓને મંદિરમાંથી ખોરાક મેળવે છે અને ઈશ્વરની વેદીના સેવકોને વેદી પરનાં અર્પણમાંથી હિસ્સો મળે છે એ શું તમે નથી જાણતા? 14 તે જ પ્રમાણે પ્રભુએ આજ્ઞા આપી છે કે જેઓ સુસમાચારનો પ્રચાર કરે છે તેઓએ સુસમાચારમાંથી ભરણપોષણ કરવું જોઈએ.
15 પણ મેં આમાંથી કોઈ પણ અધિકારનો ઉપયોગ કયોઁ નથી. અને હું એ આશાથી નથી લખતો કે તમે મારા માટે આવા કામ કરો, કેમકે કોઈ મને આ અભિમાનથી વંચિત રાખે તેના કરતાં હું મરવાનું પસંદ કરીશ, 16 કેમકે જયારે હું સુસમાચાર પ્રચાર કરું છું, ત્યારે હું અભિમાન કરી શકતો નથી, કેમકે એમ કરવું મારી ફરજ છે, જો હું સુસમાચાર પ્રગટ ન કરું તો મને અફસોસ છે. 17 જો હું રાજાખુશીથી કરું, તો મને બદલો મળે છે; પરંતુ જો રાજીખુશીથી નહિ, તો એ મને કારભાર સોંપવામાં આવ્યો છે. 18 તો પછી મારો બદલો શું છે? ફકત આ: એટલું જ કે હું મફતમાં સુસમાચાર પ્રગટ કરું, અને સુસમાચાર પ્રગટ કરવાનો મારો જે હક છે તેનો હું પુરેપુરો લાભ ન લઉં.