Pular para o conteúdo
Publicidade

સંદર્શન 1

પ્રસ્તાવના

1 ઈસુ મસીહ તરફથી સંદશઁન, ટૂંક સમયમાં જે બનવાનું છે તે પોતાના સેવકોને બતાવી શકે માટે ઈશ્વરે તેને આપ્યું. તેમણે પોતાનો દૂત મોકલીને પોતાના સેવક યોહાનને એ જણાવ્યું, 2 જે કંઈ તેણે જોયું તેની સાક્ષી આપી, એટલે કે ઈશ્વરનાં વચનો, અને મસીહ ઈસુની સાક્ષી આપી. 3 જે કોઈ આ ભવિષ્યવાણીના શબ્દો મોટેથી વાંચે છે, અને જે કોઈ તે સાંભળે છે અને તેમાં લખેલી વાતો હ્રદયમાં રાખે છે તેઓને ધન્ય છે, કેમકે સમય પાસે છે.

શુભેચ્છાઓ અને સ્તુતિ

4 આસિયા પ્રાંતની સાત મંડળીઓને: યોહાન આ લખી જણાવે છે:

જે છે, જે હતા, અને જે આવનાર છે,

અને તેમના રાજ્યાસન આગળ જે સાત આત્માઓ છે તેઓના તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ, 5 તથા ઈસુ મસીહ તરફથી, જે વિશ્વાસુ સાક્ષી, અને મૃત્યું પામેલાંઓ માંથી પ્રથમજનિત, અને પૃથ્વીનાં રાજાઓનો અધિપતિ છે.

જેણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપોથી મુકત કયાઁ 6 અને તેમણે આપણને રાજ્ય અને તેમના ઈશ્વર અને પિતાની સેવા કરવા માટે યાજકો બનાવ્યાં છે. તેમને મહિમા અને અધિકાર સર્વકાળ હો! આમીન.

7 "જુઓ, તે વાદળો સહિત આવે છે,

અને દરેક આંખ તેમને જોશે,

અને જેઓએ તેમને વીંધ્યા"

અને પૃથ્વી પરના સવઁ લોકો તેમને માટે "વિલાપ કરશે."

એમ જ થશે! આમીન.

8 "સર્વશકિતમાન ઈશ્વર, સર્વનાં પ્રભુ, જે છે, જે હતા, અને જે આવનાર છે" તે કહે છે: "હું આલ્ફા તથા ઓમેગા છું."

યોહાનને મસીહનું દશઁન

9 હું, યોહાન, તમારો ભાઈ અને વિપતીમાં તથા ઈસુના દુઃખો, રાજ્ય અને ધીરજમાં ભાગીદાર, ઈશ્વરના વચન અને ઈસુની સાક્ષીને લીધે પાત્મસ બેટ પર હતો. 10 પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાંનાં અવાજ જેવી મોટી વાણી સાંભળી. 11 તેણે કહ્યું, "તું જે કાંઈ જુએ છે તે એક ઓળિયામાં લખી લે અને તે એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થૂઆતૈરા, સાર્દિસ, ફિલોદેલ્ફિયા તથા લાઓદિકિયામાની સાત મંડળીઓને મોકલ."

12 મારી સાથે કોણ બોલે છે તે જોવા માટે હું પાછળ ફર્યો. અને જયારે હું પાછો ફયોઁ ત્યારે મેં સોનાના સાત સ્ટેન્ડ જોયા, 13 તે સ્ટેન્ડની વચ્ચે "મનુષ્યપુત્ર" જેવા એકને મેં જોયા. તેમણે લાંબો ઝભ્ભો પહેર્યો હતો અને છાતીએ સોનાનો પટ્ટો બાંધ્યો હતો. 14 તેમના માથાના વાળ ધોળા ઊન જેવાં, અને બરફ જેવાં શ્વેત હતાં અને તેમની આંખો અગ્નિની જવાળા જેવી ચમકતી હતી. 15 તેમના પગ ભઠ્ઠીમાં શુધ્ધ થયેલા ચળકતા પિતળ જેવા હતા, અને તેમનો અવાજ વહેતા પાણીનાં જેવો હતો. 16 તેમના જમણા હાથમાં સાત તારા હતા, અને તેમના મુખમાંથી તીક્ષ્ણ બેધારી તરવાર નીકળી રહી હતી. તેમનો ચહેરો પૂર્ણ પ્રકાશિત સૂર્ય જેવો તેજસ્વી હતો.

17 જયારે મેં તેમને જોયા, ત્યારે હું મૂએલા જેવો થઈને તેમનાં ચરણોમાં ઢળી પડયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, "બીશ નહિ, હું પ્રથમ તથા છેલ્લો છું. 18 હું જીવંત છું; હું મરણ પામ્યો હતો, અને હવે જુઓ, હું સદાકાળ જીવંત છું! મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે."

19 તેથી, તેં જે જોયું છે, અને હાલ શું છે અને પાછળથી શું થનાર છે તે લખ. 20 મારા જમણા હાથમાં તેં જે સાત તારા જોયા અને સોનાના સાત સ્ટેન્ડ તે આ છે: સાત તારા સાત મંડળીઓનાં દૂત છે, અને સાત સ્ટેન્ડ સાત મંડળીઓ છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.