Pular para o conteúdo
Publicidade

સંદર્શન 17:1-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

બેબિલોન, પશુ પરની વેશ્યા

1 જેની પાસે સાત પ્યાલા હતા તે દૂતોમાંના એકે આવીને મને કહ્યું, "આવ, અને ઘણાં પાણી પર બેસનાર મોટી વેશ્યાને શી સજા થવાની છે તે હું તને બતાવીશ. 2 જગતના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારનો દ્રાક્ષારસ પીને ચકચૂર થયા છે."

3 પછી દૂત આત્મામાં મને અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં કિરમજી રંગના પશુ પર એક સ્ત્રીને બેઠેલી જોઈ તે પશુ ઈશ્વરનિંદક નામોથી ભરેલું હતું અને તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. 4 તે સ્ત્રીએ જાંબલી અને કિરમજી રંગનાં વસ્ત્ર પહેર્યા હતાં, અને તેણે સોનું, કિંમતી રત્નો અને મોતીથી શણગારેલી હતી, તેના હાથમાં તેના તિરસ્કારપાત્ર ભ્રષ્ટતા અને વ્યભિચારથી ભરેલો સોનાનો પ્યાલો હતો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, ‘અહીં આવ, અને જે મોટી ગણિકા ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું. 2 તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.’"

    3 પછી તે સ્વર્ગદૂત મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં. 4 તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.