2 કેમકે જે કોઇ ભાષા બોલે છે માણસો સાથે નહિ પણ ઈશ્વર સાથે વાત કરે છે, કોઇ તેને સમજતું નથી પણ તેઓ આત્મામાં મઁમો બોલે છે. 4 જે કોઇ અન્યભાષા બોલે છે તે પોતાની જ ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે, તે મંડળીની ઉન્નતિ કરે છે.
14 હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પરંતુ મારી સમજશકિત નિષ્ફળ છે. 15 તો હું શું કરું? હું મારા આત્માથી પ્રાથઁના કરીશ, હું મારી સમજશકિતથી પણ પ્રાર્થના કરીશ; હું મારા આત્માથી ગાઈશ અને મારી સમજશકિતથી પણ ગાઈશ.