Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 16

ઇશ્વરનાં લોકો માટે ઉઘરાણું

1 હવે પ્રભુના લોકો માટે ઉઘરાણાં વિશેઃ જે મેં ગલાતિયાંની મંડળીઓને કહ્યું છે તે કરો. 2 હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવા ન પડે, માટે અઠવાડિયાને પહેલે દિવસે, તમારાંમાંના દરેકે પોતાની કમાણીમાંથી અમુક હિસ્સો રાખી મૂકવો. 3 જયારે હું ત્યાં આવીશ ત્યારે તમે નક્કી કરેલાં ભાઈઓને પત્ર આપીને એ દાન તેઓની સાથે યરુશાલેમ મોકલી આપીશું. 4 અને મારે પણ જવું યોગ્ય લાગશે તો હું તેઓની સાથે જઈશ.

અંગત વિનંતિઓ

5 મકદોનિયાથી ગયા પછી હું તમારી પાસે આવીશ, કેમકે હું મકદોનિયાથી જવાનો છું. 6 શકય હશે તો હું તમારી સાથે રહીશ, અથવા કદાચ શિયાળો વિતાવિશ, જેથી હું જયાં કંઇ જાઉં ત્યાં મારી મુસાફરીમાં તમે મને મદદ કરો. 7 કેમકે હમણાં જતા તમારી ઊડતી મુલાકાત કરીને આગળ જવાની મારી ઇચ્છા નથી, પરંતુ પ્રભુની ઇચ્છા હોય તો હું તમારી સાથે વધુ સમય રહેવા માગું છું. 8 પચાસમાના પર્વ સુધી હું અહીં એફેસસમાં રહેવાનો છું. 9 કારણ કે એક મહાન અને કાયઁ સફળ થાય એવું દ્રાર મારે સારું ઉઘાડવામાં આવ્યું છે, અને વિરોધીઓ પણ એટલા જ છે.

10 જયારે તિમોથી આવે, ત્યારે જો જો કે તે તમારી સાથે નિભઁય રહે, એ વિશે સંભાળ રાખજો; કેમકે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે. 11 એ માટે, કોઈ તેનો તુચ્છકાર કરે નહિ. પણ ક્ષેમકુશળ સાથે મારી પાસે પાછો મોકલજો, કારણ કે હું ભાઈઓની સાથે તેની પણ રાહ જોઈ રહ્યો છું.

12 હવે આપણા ભાઈ અપોલસ વિશે: ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહું વિનંતી કરી; અને હમણાં આવવાની તેની બિલકુલ ઈચ્છા ન હતી; પણ જયારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.

13 સાવધ રહો; વિશ્વાસમાં દ્રઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ. 14 સઘળું પ્રેમપૂર્વક કરો.

15 સ્તેફનાસ અને તેના કુટુંબને તમે જાણો છો કે તે અખાયાનું સૌ પ્રથમફળ છે, અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યાં, માટે ભાઈઓ અને બહેનો હું તમને વિનંતી કરું છું કે, 16 આવા લોકોને આધીન થાઓ, અને જેઓ કાયઁમાં સહભાગી છે અને તેને માટે મહેનત કરે છે. 17 સ્તેફનાસ, ફોર્તુનાતુસ અને અખૈકસના આવવાથી હું આનંદ પામું છું, કેમકે તમારાથી ખૂટતી મદદ તેઓએ પૂરી પાડી છે. 18 કેમકે તેઓએ મારા તથા તમારા આત્માને ઉત્તેજન પૂરું પાડયું છે. તેથી આવાં માણસોની કદર કરો.

આખરી શુભેચ્છાઓ

19 આસિયાની મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે.

અકુલા અને પ્રિસિલા પ્રભુમાં, તથા તેઓના ઘરમાં મળતી મંડળી તમને પ્રેમપૂર્વક કુશળતા પાઠવે છે.

20 સવઁ ભાઈઓ અને બહેનો તમને સલામ મોકલે છે,

પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો.

21 હું પાઉલ મારા પોતાના હાથે જ સલામ લખું છું.

22 જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ રાખતો નથી તો તે માણસ શાપિત છે, હે પ્રભુ આવો!

23 પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારી સાથે હો.

24 મસીહ ઈસુમાં મારો પ્રેમ તમ સર્વની સાથે હો. આમીન.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.