26 હાલનાં સંકટને કારણે, મને લાગે છે કે, માણસ જેવો છે તેવો જ રહે તે સારું છે. 27 શું પત્નિ સાથે બંધાયેલો છે? તો તું તેનાથી છુટો થવાની ઇચ્છા ન રાખ. શું તું આવા વચનથી મુકત છે? પત્નિની ઇચ્છા ન રાખ. 28 પણ જો તું પરણે, તો તેં પાપ કયુઁ એમ નથી; અને જો કુંવારી પરણે તો તેણે પાપ નથી કયુઁ. પણ જેવો પરણે છે તેઓને જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ હું તમારો બચાવ કરવા ઇચ્છું છું.
29 ભાઈઓ અને બહેનો, હું એ કહું છું કે સમય ઓછો છે, માટે જેઓની પાસે પત્નિ છે તેમને પત્નિ ન હોય તેમ રહેવું જોઈએ. 30 જેઓ શોક કરે છે, તેઓ શોક નહી કરનારાં જેવાં થાય; અને જેઓ આનંદ કરનારા, તેઓ આનંદ નહિ કરનારા જેવાં થાય; જેઓ કંઇ ખરીદે છે, તેઓની પાસે કંઇ નહિ રાખનારાં જેવા થાય; 31 જેઓ જગતની વસ્તુઓનો ઉપયોગ કરે છે, તેઓ જાણે તેમાં તલ્લિન થઇ ગયેલાં ન થાય, કેમકે આ જગત તેનાં વતઁમાન સમયમાં જતો રહે છે.