3 દરવાન તેમના માટે દરવાજો ખોલે છે, અને ઘેટું તેનો અવાજ સાંભળે છે. તે તેમના પોતાનાં ઘેટાંને નામ દઈને બોલાવે છે, અને તેમને બહાર દોરી જાય છે. 4 જયારે તે પોતાના બધાંને બહાર લાવે છે, ત્યારે તેઓ તેઓની આગળ ચાલે છે, અને તેમના ઘેટાં તેની પાછળ ચાલે છે, કેમકે તેઓ તેમનો અવાજ ઓળખે છે. 5 પણ તેઓ કદી કોઈ અજાણ્યાની પાછળ નહિ ચાલે; હકીકતમાં, તે તેમનાથી દૂર દોડીને જતા રહેશે કેમકે તેઓ તેમનો અવાજ ઓળખતાં નથી."
14 "હું ઉત્તમ ઘેટાંપાળક છું, હું મારા ઘેટાંને ઓળખું છું અને મારાંં ઘેટાં મને ઓળખે છે.
27 મારાંં ઘેટાં મારો અવાજ સાંભળે છે; હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. 28 હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.