Pular para o conteúdo
Publicidade

યોહાન 11:21-26,43,44

21 માર્થાએ ઈસુને કહ્યું, "ગુરુજી, તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત. 22 પરંતુ હું જાણું છું કે હજુ પણ જો તમે ઈશ્વર પાસે કાંઈ પણ માંગશો તો, તે તમને આપશે."

23 ઈસુએ તેને કહ્યું, "તારો ભાઈ ફરીથી સજીવન થશે."

24 માર્થાએ જવાબ આપ્યો, "હા, પુનરુત્થાનમાં છેલ્લે દિવસે મારો ભાઈ પાછો ઊઠશે તે હું જાણું છું."

25 ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. 26 અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"

43 જયારે તેમણે એ કહ્યાં પછી, ઈસુએ મોટે અવાજે કહ્યું, "લાઝરસ, બહાર આવ!" 44 ત્યારે મરેલો માણસ બહાર આવ્યો. તેના હાથ અને પગ શણના કાપડથી વીંટળાયેલા હતાં, અને તેના મોંને ફરતે રૂમાલ હતો.

ઈસુએ તેઓને કહ્યું, "કબરના કપડાં ઉતારો અને તેને જવા દો."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.