Pular para o conteúdo
Publicidade

યોહાન 12:1-3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

બેથાનિયામાં ઈસુનો અભિષેક

1 પાસ્ખાપર્વના છ દિવસ પહેલાં ઈસુ બેથાનિયામાં આવ્યા, જયાં લાઝરસ રહેતો હતો જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યા હતો. 2 અહીં ઈસુના માનમાં ભોજન આપવામાં આવ્યું હતું. માર્થા સરભરા કરતી હતી, જયારે લાઝરસ તેમની સાથે જમવા બેઠો હતો. 3 તે સમયે મરિયમે આશરે અડધો કિલો અતિમૂલ્યવાન અત્તર લાવીને ઈસુના પગ પર રેડયું, અને પોતાના વાળથી તેમના પગ લૂંછયા, અને આખું ઘર અત્તરની સુગંધથી મહેકી ઉઠયુ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા, લાજરસ, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો તે ત્યાં હતો. 2 માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો. 3 તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.