Pular para o conteúdo
Publicidade

યોહાન 12:9-11,17,18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 તે દરમિયાન યહૂદીયામાંના મોટા ટોળાને ખબર પડી કે ઈસુ ત્યાં આવ્યા છે ત્યારે તેઓ ફકત તેમને નહિ, પણ મરણમાંથી સજીવન થયેલ લાઝરસને જોવા આવ્યા. 10 ત્યારે મુખ્ય યાજકોએ લાઝરસને મારી નાખવાની યોજના કરી, 11 કેમકે તેને લીધે ઘણાં યહૂદીઓ ઈસુ પાસે ચાલ્યા ગયા; અને તેમનાં પર વિશ્વાસ કયોઁ.

17 હવે જે ટોળું તેમની સાથે હતું જયારે તેમણે લાઝરસને કબરમાંથી બોલાવ્યો અને મરણમાંથી સજીવન કર્યાં તેઓએ સાક્ષી ફેલાવવાનું ચાલુ રાખ્યું. 18 કારણ કે ઘણાં લોકોએ સાંભળ્યું હતું કે તેમણે ઘણાં ચમત્કાર કયાઁ હતા તેથી તેમને મળવા બહાર ગયા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 ત્યારે યહૂદીઓમાંના ઘણાં લોકોએ જાણ્યું કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરણમાંથી જીવિત કર્યો હતો, તેને પણ જોવા માટે આવ્યા. 10 મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી. 11 કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.

    17 તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરેલાઓમાંથી જીવિત કર્યો, તે વખતે જે લોક તેમની સાથે હતા, તેઓએ આ બીનાને સમર્થન આપ્યું. 18 તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા; કેમ કે તેમણે એ ચમત્કારિક ચિહ્ન કર્યું હતું એવું તેઓએ સાંભળ્યું હતું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.