Pular para o conteúdo
Publicidade

યોહાન 13:1-5,12-17

ઈસુ તેમના શિષ્યોના પગ ધૂએ છે

1 પાસ્ખાપર્વના તહેવાર પહેલાં આગલી સાંજે ઈસુ જાણતા હતાં કે તેમના માટે આ જગતમાંથી પિતા પાસે જવાનો સમય આવી ગયો છે. જગતમાંના પોતાના લોક જેઓના પર તે પ્રેમ રાખતા હતાં, તેઓ પર છેલ્લી ઘડી સુધી પ્રેમ રાખ્યો.

2 રાત્રિભોજન કરતા હતાં, અને સિમોનના દીકરા યહૂદા ઇશ્કરિયોતને શેતાને ઈસુને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. 3 ઈસુ જાણતા હતા કે પિતાએ તેમને સઘળા વાનાં તેમના હાથમાં સોંપ્યા છે, અને તે ઈશ્વર પાસેથી આવ્યા છે અને પિતા પાસે પાછા જવાનાં છે; 4 તેથી તે જમણ પરથી ઊઠયાં, અને તેમણે પોતાના બાહ્ય વસ્ત્રો ઉતાયાઁ, અને તેમની કમરે ટુવાલ બાંધ્યો. 5 તે પછી તેમણે એક વાસણમાં પાણી રેડયું અને તેમના શિષ્યોનાં પગ ધોવા લાગ્યા, અને વીંટેલા ટુવાલથી તેમને લૂંછવા લાગ્યા.

12 જયારે તેમના પગ ધોઈ રહ્યા પછી, તેમણે પોતાના વસ્ત્રો પહેયાઁ અને તેમની જગ્યાએ બેસી ગયા. તેમણે તેમને પૂછયું "તમારા માટે મેં શું કર્યું તે તમને સમજાયું?" 13 "તમે મને ‘ગુરુ’ તથા ‘પ્રભુ’ કહો છો, એ ખરું જ છે, કેમકે હું તે જ છું. 14 હવે મેં, તમારા ‘પ્રભુ’ તથા ‘ગુરુએ,’ તમારાં પગ ધોયાં, તમારે પણ એકબીજાનાં પગ ધોવા જોઈએ. 15 જેમ મેં તમને કર્યું છે તેમ તમે પણ કરો એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. 16 હું તમને સાચે જ કહું છું, નોકર પોતાના માલિક કરતાં મોટો નથી, અને જે મોકલનાર કરતાં મોકલાયેલ સંદેશાવાહક મોટો નથી. 17 હવે તમે આ બધું જાણો છો, જો તમે તે પાળશો તો તમને ધન્ય છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.