ઈસુ પરસ્વાઘીન કરનારની આગાહી કરે છે
18 "આ હું તમારા સર્વ વિશે કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે તેમને હું ઓળખું છું. પણ આ શાસ્ત્રના લેખ પુરો કરવા માટે: ‘જે મારી સાથે રોટલી ખાઇ છે તે મારી વિરુધ્ધ થયો છે.’
19 "તે થાય તે પહેલાં હું તમને અત્યારથી જ આ કહું છું, એ માટે કે જયારે એ પ્રમાણે થાય ત્યારે તમે પર વિશ્વાસ કરો કે હું જે છું તે હું છું. 20 હું તમને સાચે જ કહું છું, જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે."
21 આ કહ્યાં પછી, ઈસુ આત્મામાં વ્યાકુળ થયા અને સાક્ષી આપી કે, "હું તમને સાચે જ કહું છું કે, તમારાંમાંનો એક મને પરસ્વાધીન કરશે."
22 તેમના શિષ્યોએ એકબીજા તરફ જોયું અને જાણવાની કોશિષ કરવા લાગ્યા કે તે કોના વિશે કહે છે. 23 તેઓમાંના એક શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતા હતાં, તે તેમની બાજુમાં અઢેલીને બેઠો હતો; 24 "સિમોન પિતરે તે શિષ્યને ઈશારો કરીને કહ્યું, તે કોના વિશે કહે છે?"
25 ઈસુની સામે ઝૂકીને, તેણે તેમને પૂછયું, "પ્રભુ, એ કોણ છે?"
26 ઈસુએ જવાબ આપ્યો, "રોટલીનો ટુકડો થાળીમાં બોળિને હું જેને આપીશ તે જ તે છે" ત્યારે રોટલીનો ટુકડો બોળિને, તેમણે સિમોન ઇશ્કરિયોતના દીકરા યહૂદાને આપ્યો. 27 યહૂદાએ રોટલી લીધી કે તરત જ તેનામાં શેતાન પ્રવેશ્યો, પછી ઈસુએ તેને કહ્યું.
"તું જે કરવાનો છે તે જલદીથી કર." 28 જમવા બેઠેલા કોઈને સમજ ના પડી કે ઈસુએ તેને આ શા માટે કહ્યું. 29 કેટલાકને લાગ્યું કે યહૂદા પાસે પૈસાની જવાબદારી હોવાથી, કેટલાકે વિચાયુઁ કે ઈસુ તેને તહેવાર માટે જરૂરી વસ્તુ ખરીદવા અથવા ગરીબોને કાંઈક આપવાનું કહે છે. 30 યહૂદાએ રોટલી લિધિ કે તરત જ તે બહાર ગયો. અને તે રાત હતી.