Pular para o conteúdo
Publicidade

યોહાન 13:3-8,12-15

3 ઈસુ જાણતા હતા કે પિતાએ તેમને સઘળા વાનાં તેમના હાથમાં સોંપ્યા છે, અને તે ઈશ્વર પાસેથી આવ્યા છે અને પિતા પાસે પાછા જવાનાં છે; 4 તેથી તે જમણ પરથી ઊઠયાં, અને તેમણે પોતાના બાહ્ય વસ્ત્રો ઉતાયાઁ, અને તેમની કમરે ટુવાલ બાંધ્યો. 5 તે પછી તેમણે એક વાસણમાં પાણી રેડયું અને તેમના શિષ્યોનાં પગ ધોવા લાગ્યા, અને વીંટેલા ટુવાલથી તેમને લૂંછવા લાગ્યા.

6 તે સિમોન પિતરની પાસે આવ્યા, તેણે તેમને કહ્યું, "પ્રભુ, શું તમે મારા પગ ધોવાના છો?"

7 ઈસુએ જવાબ આપ્યો, "હું શું કરી રહયો છું તે તું હમણાં સમજતો નથી, પણ પછી તું સમજશે."

8 પિતરે કહ્યું, "ના, તમે મારા પગ કયારેય ધોશો નહિ."

ઈસુએ જવાબ આપ્યો, "જયાં સુધી હું તને ના ધોઉં, ત્યાં સુધી મારી સાથે તારો કોઇ ભાગ નથી."

12 જયારે તેમના પગ ધોઈ રહ્યા પછી, તેમણે પોતાના વસ્ત્રો પહેયાઁ અને તેમની જગ્યાએ બેસી ગયા. તેમણે તેમને પૂછયું "તમારા માટે મેં શું કર્યું તે તમને સમજાયું?" 13 "તમે મને ‘ગુરુ’ તથા ‘પ્રભુ’ કહો છો, એ ખરું જ છે, કેમકે હું તે જ છું. 14 હવે મેં, તમારા ‘પ્રભુ’ તથા ‘ગુરુએ,’ તમારાં પગ ધોયાં, તમારે પણ એકબીજાનાં પગ ધોવા જોઈએ. 15 જેમ મેં તમને કર્યું છે તેમ તમે પણ કરો એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.