Pular para o conteúdo
Publicidade

યોહાન 14:16-18,26

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

16 અને હું પિતાને કહીશ કે તે તમને બીજો સહાયક તમારી મદદ કરવા અને કાયમ તમારી સાથે રહેવા આપશે: 17 સત્યનો આત્મા, જગત તેનો સ્વીકારતુ નથી, કેમકે તેને તે જોતું નથી અને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો. કેમકે તે તમારી સાથે અને તમારાંમાં વસશે. 18 હું તમને અનાથ મૂકીશ નહિ, હું તમારી પાસે આવીશ.

26 પણ સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારા નામે મોકલી આપશે, ત્યારે તે તમને બધુ શીખવશે, અને મેં જે જે તમને કહ્યું છે તે બધું તમને યાદ કરાવશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    16 અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે, 17 એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.

    18 હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.

    26 પણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.