Pular para o conteúdo
Publicidade

યોહાન 17:20-23

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈસુ સઘળા વિશ્વાસી માટે પ્રાથઁના કરે છે

20 "મારી પ્રાથઁના ફક્ત તેઓને માટે જ નથી. પણ જેઓ મારા પર તેમના વચન દ્ગારા વિશ્વાસ કરે છે તેઓને માટે પણ હું પ્રાર્થના કરું છું. 21 તેઓ બધા એક થાય, હે પિતા! જેમ તમે મારામા અને હું તમારામાં. તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી જગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે. 22 જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય 23 હું તેઓમાં અને તમે મારાંમાં, જેથી તેઓ સંપૂર્ણ રીતે એક થાય. જેથી જગત જાણે કે તમે મને મોકલ્યો છે અને જેવો પ્રેમ તમે મારા પર રાખ્યો છે તેવો જ પ્રેમ તેઓના પર પણ રાખો છો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    20 વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે, 21 તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.

    22 જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય; 23 એટલે હું તેઓમાં અને તમે મારામાં થાઓ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.