Pular para o conteúdo
Publicidade

યોહાન 19:23-27

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

23 જયારે સૈનિકોએ ઈસુને ક્રૂસે જડયાંં, તેઓએ તેમનાં કપડાં લીધાં અને તેને ચાર ભાગમાં વહેંચી લીધા, દરેક માટે એક, આંતરવસ્ત્ર છોડી ને. આ ઝભ્ભો સિલાઇ વગરનો હતો, ઉપરથી નીચે સુધી એક જ ભાગમાં વણેલો હતો.

24 તેઓએ એકબીજાને કહ્યું, "આપણે તેને ફાડીએ નહિ, પણ ચિઠ્ઠી નાખીને નક્કી કરીએ કે તે કોને મળશે."

આ એટલા માટે બન્યું કે શાસ્ત્રવચન પૂર્ણ થાય:

"તેઓએ મારા કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં અને

મારા વસ્ત્રો માટે ચિઠ્ઠીઓ નાંખી,

તેથી સૈનિકોએ આ પ્રમાણે કર્યું."

25 ક્રૂસની પાસે ઈસુની મા મરિયમ, અને તેમની માસી, કલોપાસની પત્ની મરિયમ અને મરિયમ માગદાલેણ ઊભાં હતાં. 26 જયારે ઈસુએ પોતાની માને તથા જે શિષ્યને તેઓ પ્રેમ કરતા હતા તેઓને ત્યાં સાથે ઊભેલાં જોયાં, ત્યારે ઈસુએ તેને કહ્યું, "સ્ત્રી, અહીં તમારો દીકરો છે!" 27 અને શિષ્યને કહ્યું, "અહીં તારી મા છે" ત્યાર પછી આ શિષ્ય તેને પોતાને ઘરે લઈ ગયો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    23 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો. 24 પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.

    25 પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં. 26 તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, ‘બાઈ, જો તારો દીકરો!’ 27 ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, ‘જો, તારી મા!’ અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.