Pular para o conteúdo
Publicidade

યોહાન 19:26-28,30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

26 જયારે ઈસુએ પોતાની માને તથા જે શિષ્યને તેઓ પ્રેમ કરતા હતા તેઓને ત્યાં સાથે ઊભેલાં જોયાં, ત્યારે ઈસુએ તેને કહ્યું, "સ્ત્રી, અહીં તમારો દીકરો છે!" 27 અને શિષ્યને કહ્યું, "અહીં તારી મા છે" ત્યાર પછી આ શિષ્ય તેને પોતાને ઘરે લઈ ગયો.

ઈસુનું મરણ

28 પાછળથી ઈસુએ જાણ્યું કે હવે સઘળું પૂરું થઇ ગયું છે, અને જેથી શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે તેમણે કહ્યું, "મને તરસ લાગી છે." 30 જયારે તેમણે પીણું પીધું, પછી ઈસુએ કહ્યું, "સંપૂર્ણ થયું." તેની સાથે, તેમણે પોતાનું માથું નમાવીને આત્મા છોડયો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    26 તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, ‘બાઈ, જો તારો દીકરો!’ 27 ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, ‘જો, તારી મા!’ અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.

    28 તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, ‘મને તરસ લાગી છે.’" 30 ત્યારે ઈસુએ સરકો ચાખ્યાં પછી કહ્યું કે, ‘સંપૂર્ણ થયું;’ અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.