ઈસુનું દફન
38 પછી, અરિમથાઈનો યોસેફ પિલાત પાસે ઈસુનુ શબ માગ્યું. હવે યોસેફ યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો. પિલાતની રજાથી તેણે આવીને ઈસુનું શબ ઉતારી લીધું. 39 તે નિકોદેમસનો સાથી હતો, અગાઉ જે માણસ રાત્રે ઈસુની મુલાકાતે આવ્યો હતો, તે નિકોદેમસ આશરે પિસ્તાળીસ કિલો બોળ અને અગરનું સુગંધીદાર મિશ્રણ લઈને આવ્યો. 40 ઈસુના શરીરને લઇને બંનેએ યહૂદી દફનવિધિના રિવાજ પ્રમાણે સુગંધી દ્રવ્યો સાથે શણના પટ્ટાઓમાં તેને વિટાળ્યું. 41 જયાં ઈસુને ક્રૂસે જડવામાં આવ્યા હતા, ત્યાં એક વાડી હતી, અને વાડીમાં નવી કબર હતી, જેમાં કયારેય કોઇને દફનાવવામાં આવ્યું હતું. 42 કેમકે તે યહૂદીઓની તૈયારીનો દિવસ હતો અને કબર નજીક હોવાથી તેઓએ ઈસુને ત્યાં દફનાવ્યાં.