Pular para o conteúdo
Publicidade

યોહાન 2:1-11

ઈસુ પાણીનો દ્રાક્ષારસ બનાવે છે

1 ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું, ત્યાં ઈસુના મા હતા. 2 અને ઈસુ અને તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ હતું. 3 "જયારે દ્રાક્ષારસ ખૂટી પડયો." ઈસુનાં મા તેમને કહે છે, તેઓની પાસે દ્રાક્ષારસ નથી.

4 ઈસુએ જવાબ આપ્યો કે, બાઈ, "તમે મને કેમ સામીલ કરો છો? મારો સમય હજુ આવ્યો નથી."

5 તેમના માએ નોકરોને કહ્યું, "જે કંઇ તેઓ તમને કહે, તે કરો."

6 હવે ત્યાં પથ્થરની છ કોઠીઓ હતી: યહૂદીઓનાં ધાર્મિક પ્રસંગોમાં તે ઉપયોગમાં લેવાતી હતી, દરેક કોઠીમાં આશરે સો લીટર પાણી સમાતું હતું.

7 ઈસુએ નોકરોને કહ્યું, "આ કોઠીઓ પાણીથી ભરી દો." તેથી તેઓએ તે છલોછલ ભરી દીધી.

8 પછી તેમણે તેમને કહ્યું, "હવે થોડું કાઢીને જમણના કારભારી પાસે લઇ જાઓ, તેઓએ તેમ કયુઁ,"

9 જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો. આ ક્યાંંથી આવ્યો તેની તેને ખબર ન હતી, પણ જે નોકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા, પછી તેમણે વરરાજાને બાજુમાં બોલાવ્યો. 10 અને કહ્યું, "દરેક માણસ પ્રથમ ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે અને મહેમાનોએ સારી રીતે પીધા પછી હલકા પ્રકારનો આપે છે, પરંતુ તેં અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખ્યો છે!"

11 ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડયો, અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કયોઁ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.