Pular para o conteúdo
Publicidade

યોહાન 2:13-22

ઈસુ મંદિરને શુધ્ધ કરે છે

13 જયારે યહૂદીઓનાં પાસ્ખાપર્વનો સમય પાસે આવ્યો હતો, ત્યારે ઈસુ યરુશાલેમ ગયા. 14 મંદિરનાં આંગણાંમાં લોકો પશુઓ, ઘેટાં અને કબૂતરો વેચનારા તથા નાંણાવટીઓને ટેબલે બેઠેલા તેમણે જોયા. 15 તેથી તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે બધાને ઘેટાં અને પશુઓ સુધ્ધાં મંદિરનાં આંગણાંમાથી હાંકી કાઢયાં. નાંણાવટીઓને નાણાંના સિક્કા વેરી નાંખ્યાં, અને તેઓના ટેબલો ઊંધા વાળ્યાં. 16 જેઓ કબૂતરો વેચનારા હતા તેઓને કહ્યું, "આ બધું અહીંથી બહાર લઇ જાઓ. મારા પિતાનાં ઘરને બજાર ના બનાવો." 17 તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, "તમારા ઘર માટેની આસ્થા મને ખાય જાય છે."

18 યહૂદીઓએ તેમને જવાબ આપ્યો, "આ બધુ કરવા માટે તમારો અધિકાર સાબિતી કરવા તમે અમને શું ચિન્હ બતાવી શકો."

19 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "આ મંદિરને જમીનદોસ્ત કરી નાંખો અને હું તેને ત્રણ દિવસમાં ફરી ઊભુ કરીશ."

20 તેઓએ જવાબ આપ્યો, "આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને તમે શું તેને ત્રણ દિવસમાં ઊભુ કરશો?" 21 પરંતુ ઈસુએ તો પોતાના શરીરરૂપી મંદિરની વાત કરી હતી. 22 મરણમાંથી સજીવન થયા પછી તેમના શિષ્યોને યાદ આવ્યું કે જે તેમણે કહ્યું હતું. અને તેઓએ શાસ્ત્ર અને ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કયોઁ. નો ઉલ્લેખ કર્યો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.