Pular para o conteúdo
Publicidade

યોહાન 20:1,11,14,16-18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ખાલી કબર

1 અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, જયારે હજી અંધારું હતું, ત્યારે મરિયમ માગદાલેણ કબરે ગઈ અને જોયું તો દ્વાર આગળથી પથ્થર હઠાવી દીધેલો હતો.

મગ્દલાની મરિયમને ઈસુનું દર્શન

11 હવે મરિયમ મગ્દલા કબરની બહાર રડતી ઊભી હતી. રડતાં રડતાં તેણે નીચે નમીને કબરમાં જોયું.

14 એમ કહીને તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં ઈસુ ઊભેલા હતા પણ તે સમજી ન શકી કે તે ઈસુ છે.

16 ઈસુએ તેને કહ્યું, "મરિયમ!"

તે તેમની તરફ ફરી અને અરામીક ભાષામાં બૂમ પાડી, "રાબ્બોની!" (એટલે "ગુરુજી").

17 ઈસુએ કહ્યું, "હજુ હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને અડકીશ નહિ, પરંતુ મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારાં પિતા, મારા ઈશ્વર અને તમારાં ઈશ્વર પાસે ઉપર ચઢી જાઉં છું.’ "

18 મરિયમ માગદાલેણ આ સમાચાર લઇને શિષ્યો પાસે ગઇ: "મેં પ્રભુને જોયા છે." અને તેણે તેમને કહ્યું તેમણે આ વાતો તેને કહી હતી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.

    11 જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી;

    14 એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ.

    16 ઈસુ તેને કહે છે કે, ‘મરિયમ;’ અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, ‘રાબ્બોની!’ એટલે ‘ગુરુજી.’" 17 ઈસુ તેને કહે છે કે, ‘હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, ‘જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.’" 18 મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, ‘મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.