Pular para o conteúdo
Publicidade

યોહાન 20:1,6,7,11,14-16,18

ખાલી કબર

1 અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, જયારે હજી અંધારું હતું, ત્યારે મરિયમ માગદાલેણ કબરે ગઈ અને જોયું તો દ્વાર આગળથી પથ્થર હઠાવી દીધેલો હતો.

6 એટલામાં સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને સીધો કબરમાં પેઠો. તેણે શણનું વસ્ત્ર ત્યાં પડેલું જોયું. 7 અને ઈસુના માથા પર વીંટાળેલું વસ્ત્ર જે શણના કપડાંથી અલગ જે કપડું હજું પણ તેની જગ્યાએ પડેલું હતું.

મગ્દલાની મરિયમને ઈસુનું દર્શન

11 હવે મરિયમ મગ્દલા કબરની બહાર રડતી ઊભી હતી. રડતાં રડતાં તેણે નીચે નમીને કબરમાં જોયું.

14 એમ કહીને તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં ઈસુ ઊભેલા હતા પણ તે સમજી ન શકી કે તે ઈસુ છે.

15 તેમણે તેને પૂછયું, "બાઈ તું કેમ રડે છે? તું કોને શોધે છે?"

તેમને માળી સમજીને તે બોલી, "સાહેબ જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તેમને કયાં મૂક્યાં છે, એટલે હું તેમને લઈ જઈશ."

16 ઈસુએ તેને કહ્યું, "મરિયમ!"

તે તેમની તરફ ફરી અને અરામીક ભાષામાં બૂમ પાડી, "રાબ્બોની!" (એટલે "ગુરુજી").

18 મરિયમ માગદાલેણ આ સમાચાર લઇને શિષ્યો પાસે ગઇ: "મેં પ્રભુને જોયા છે." અને તેણે તેમને કહ્યું તેમણે આ વાતો તેને કહી હતી.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.