Pular para o conteúdo
Publicidade

યોહાન 20:11-18

મગ્દલાની મરિયમને ઈસુનું દર્શન

11 હવે મરિયમ મગ્દલા કબરની બહાર રડતી ઊભી હતી. રડતાં રડતાં તેણે નીચે નમીને કબરમાં જોયું. 12 ઈસુનું શબ જે જગ્યામાં મૂકવામાં આવ્યું હતું, ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલાં બે દૂતોને એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ બેઠેલા જોયા.

13 તેઓએ તેને પૂછયું, "બાઈ તું કેમ રડે છે?"

તેણે કહ્યું, "મારા પ્રભુને તેઓ લઈ ગયા છે અને તેમને કયાં મૂક્યાં છે તેની મને ખબર નથી." 14 એમ કહીને તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં ઈસુ ઊભેલા હતા પણ તે સમજી ન શકી કે તે ઈસુ છે.

15 તેમણે તેને પૂછયું, "બાઈ તું કેમ રડે છે? તું કોને શોધે છે?"

તેમને માળી સમજીને તે બોલી, "સાહેબ જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તેમને કયાં મૂક્યાં છે, એટલે હું તેમને લઈ જઈશ."

16 ઈસુએ તેને કહ્યું, "મરિયમ!"

તે તેમની તરફ ફરી અને અરામીક ભાષામાં બૂમ પાડી, "રાબ્બોની!" (એટલે "ગુરુજી").

17 ઈસુએ કહ્યું, "હજુ હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને અડકીશ નહિ, પરંતુ મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારાં પિતા, મારા ઈશ્વર અને તમારાં ઈશ્વર પાસે ઉપર ચઢી જાઉં છું.’ "

18 મરિયમ માગદાલેણ આ સમાચાર લઇને શિષ્યો પાસે ગઇ: "મેં પ્રભુને જોયા છે." અને તેણે તેમને કહ્યું તેમણે આ વાતો તેને કહી હતી.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.