Pular para o conteúdo
Publicidade

યોહાન 20:24-29

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

થોમાને ઈસુનું દર્શન

24 હવે જયારે ઈસુ આવ્યા, ત્યારે થોમા, બારમાનો એક (જે દીદીમસ કહેવાતો હતો), તે તેઓની સાથે નહોતો. 25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, "અમે પ્રભુને જોયા છે."

પણ તેણે તેઓને કહ્યું, "જયાં સુધી હું તેમના હાથ પર ખીલાના ઘા જોઉં નહિ, અને મારી આંગળી ખિલ્લા વાળી જગ્યાએ ન નાંખું નહિ અને તેમની કૂખમાં મારો હાથ ન નાખું, ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો નથી."

26 એક અઠવાડિયા પછી ફરી એક વાર શિષ્યો ઘરમાં એકઠા મળ્યાં. અને થોમા પણ તેમની સાથે હતો. જો કે બારણાં બંધ હતાં, ઈસુ તેઓની મધ્યે આવી ઊભા રહ્યા અને બોલ્યાં, "તમને શાંતિ થાઓ." 27 પછી તેમણે થોમાને કહ્યું, "તારી આંગળી અહીં નાંખ અને મારા હાથ જો, તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; સંદેહ ન રાખ, અને વિશ્વાસ કર."

28 થોમાએ તેમને કહ્યું, "મારા પ્રભુ! અને મારા ઈશ્વર!"

29 ત્યારે ઈસુએ તેને કહ્યું, "કેમકે તે મને જોયો છે માટે તેં વિશ્વાસ કર્યો છે, પરંતુ જેઓએ જોયા વગર વિશ્વાસ કયોઁ છે તેઓને ધન્ય છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    24 જયારે ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક, જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે ન હતો. 25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, ‘અમે પ્રભુને જોયા છે.’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.’"

    26 આઠ દિવસ પછી ફરી તેમના શિષ્યો અંદર હતા; અને થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણાં બંધ હોવા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ હો.’" 27 પછી તેઓ થોમાને કહે છે કે, ‘તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.’"

    28 થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, ‘મારા પ્રભુ અને મારા ઈશ્વર!’ 29 ઈસુએ તેને કહ્યું કે, ‘તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો છે, જેઓએ મને જોયો નથી અને છતાં પણ વિશ્વાસ કર્યો છે તેઓ આશીર્વાદિત છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.