Pular para o conteúdo
Publicidade

યોહાન 3:1-10

ઈસુનો નિકોદેમસને ઉપદેશ

1 હવે એક ફરોશી હતો, જે માણસનું નામ નિકોદેમસ હતું, કે જે યહૂદી સભાનો એક સભ્ય હતો, 2 તે રાત્રે ઈસુની પાસે આવ્યો અને કહ્યું, "રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવેલા ઉપદેશક છો, કેમકે જે કોઇની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે ન કરી શકે."

3 ઈસુએ જવાબ આપ્યો, "હું તને સાચે જ કહું છું કે, જો કોઇ નવો જન્મ પામ્યા ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી."

4 "કોઇ જયારે વૃધ્ધ થઇને જન્મ કેવી રીતે પામી શકે!" નિકોદેમસે પૂછયું, "ખરેખર તેઓ બીજી વાર પોતાની માના ઉદરમાં જઈને જન્મ લઈ શકે નહિ."

5 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી, 6 શરીર શરીરને જન્મ આપે છે, પણ આત્મા આત્માને જન્મ આપે છે. 7 ‘તમારે નવો જન્મ પામવો જોઈએ.’ મારી વાતથી આશ્ચર્ય પામતો ના. 8 પવન જયાં ચાહે છે ત્યાં ફૂંકાય છે, તું તેનો અવાજ સાંભળે છે પણ તે કયાંથી આવે છે ને કયાં જાય છે, તે તું કહી શકતો નથી. માટે આત્માથી જન્મેલી વ્યકિતના સંબંધમાં પણ એવું જ છે."

9 નિકોદેમસે પૂછયું, "એ કેવી રીતે થઇ શકે?"

10 ઈસુએ કહ્યું, "તું ઇઝરાયેલનો શિક્ષક થઇને" આ બાબતો નથી સમજી શકતો!

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.