7 જયારે એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી કાઢવા આવી. ત્યારે ઈસુએ તેને કહ્યું "શું તું મને પીવાને આપીશ?"
9 સમરૂની સ્ત્રીએ તેમને કહે છે કે "તમે યહૂદી છો અને હું સમરૂની સ્ત્રી છું, તમે મારી પાસે પીવાને પાણી કેવી રીતે માંગી શકે?" કેમકે યહુદીઓ સમરૂનીઓ સાથે વ્યવહાર રાખતાં નથી.
10 ઈસુએ તેને જવાબ આપ્યો, "જો તું ઈશ્વરના દાનને અને જે તને કહે છે કે મને પાણી પા, એ કોણ છે, એ તું જાણતી હોત, ‘તો તું તેની પાસે માંગત અને તે તને જીવંત પાણી આપત.’ "
16 તેમણે તેને કહ્યું, "જા, તારા પતિને લઇ આવ."
17 સ્ત્રીએ જવાબ આપ્યો, "મારે પતિ નથી."
ઈસુએ તેને કહ્યું, "તારી વાત સાચી છે કે તારે પતિ નથી. 18 હકિકત એ છે કે તારે પાંચ પતિ હતા, અને હાલ જે માણસ તારી પાસે છે, તે તારો પતિ નથી. તે જે કહ્યું તે તદન સાચું છે."
26 પછી ઈસુએ જાહેર કયુઁ, "તારી સાથે વાત કરે છે, હું તે છું."
29 "આવો, અને એ માણસને જુઓ કે જેણે મેં કયુઁ તે બધું મને કહી દેખાડયું, શું તે જ મસીહ છે?"