Pular para o conteúdo
Publicidade

યોહાન 6:1-15

ઈસુ પાંચ હજારને જમાડે છે

1 થોડા સમય પછી, ઈસુ ગાલીલના સરોવરને પેલે પાર ગયા. (તે તિબેરિયસનું સરોવર છે.) 2 અને લોકોનું મોટું ટોળું તેમની પાછળ ગયું, કેમકે તેમણે માંદાઓને સાજા કરી જે ચમત્કાર કયાઁ હતા તે તેઓએ જોયા હતા. 3 પછી ઈસુ પહાડ પર જઈને તેમના શિષ્યો સાથે બેઠાં. 4 યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે હતું.

5 જયારે ઈસુએ નજર ઉચીં કરી તેમણે જોયું કે મોટો સમુદાય તેમની પાસે આવતો હતો, તેમણે ફિલિપને કહ્યું, "આ લોકોને ખાવા માટે રોટલી કયાંથી ખરીદીએ?" 6 તેમણે તેમની કસોટી કરવા એ પૂછયું, કેમકે પોતે શું કરવાનાં હતા, તે મનમાં જાણતાં હતા.

7 ફિલિપે તેમને જવાબ આપ્યો, "પુરતી રોટલી ખરીદવા માટે અડધા વર્ષથી વધુ કમાણી જેટલું લાગે, જેથી દરેકને થોડું થોડું મળે."

8 બીજો તેમનો શિષ્ય સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા બોલી ઊઠયો, 9 "અહીં જવની પાંચ રોટલી અને બે નાની માછલી સાથે એક છોકરો છે, પરંતુ આટલા બધા લોકોની વચ્યે કેમ પહોંચે?"

10 ઈસુએ કહ્યું, "લોકોને નીચે બેસાડો." તે જગ્યાએ ઘણું ઘાસ હતું, અને તેઓ બેસી ગયા (પુરુષો આશરે પાંચ હજાર હતા.) 11 ત્યારે ઈસુએ રોટલી લઈને આભાર માન્યો અને બેઠેલાઓને વહેંચી આપી. જેટલી જોઇતી હતી તેટલી વહેચી, માછલી સાથે પણ તેમણે એમ જ કયુઁ.

12 જયારે તેઓ ખાયને ઘરાયા, ત્યારે તેમણે તેમના શિષ્યોને કહ્યું, "વધેલાં ટુકડા એકઠા કરી લો, કંઇ નકામું ન જાય, 13 તેથી તેઓએ તે એકઠા કયાઁ." અને તે જવની પાંચ રોટલીમાંના જે છાડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા, તેઓની બાર ટોપલી ભરીને ભેગી કરી,

14 પછી લોકોએ ઈસુએ કરેલાં ચમત્કાર જોઈને તેઓ કહેવા લાગ્યા, "ખરેખર, જે જગતમાં આવનાર પ્રબોધક તે આ જ છે." 15 ઈસુએ જાણ્યું કે આ લોકો તેમને બળજબરીથી આવીને તેમને રાજા બનાવવાં માગે છે, ત્યારે ફરીથી પોતે પહાડ પર જતા રહ્યા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.