11 ત્યારે ઈસુએ રોટલી લઈને આભાર માન્યો અને બેઠેલાઓને વહેંચી આપી. જેટલી જોઇતી હતી તેટલી વહેચી, માછલી સાથે પણ તેમણે એમ જ કયુઁ.
26 ઈસુએ જવાબ આપ્યો, "સાચે જ હું તમને કહું છું, તમે મારા કરેલાં ચમત્કાર જોયા માટે તમે મને શોધતા નથી પણ તમે રોટલી ખાઇને ધરાયા માટે.
32 ઈસુએ તેમને કહ્યું, "હું તમને સાચે જ કહું છું, તે રોટલી મોશેએ આકાશમાંથી તમને ન હતી આપી: પણ મારા પિતા તમને સ્વર્ગમાંથી ખરી રોટલી આપે છે.
35 ત્યારે ઈસુએ જાહેર કર્યુ, "જીવનની રોટલી હું છું. જે કોઈ મારી પાસે આવે છે તેને ફરી કદી ભૂખ લાગશે નહિ, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ લાગશે નહિ.
51 હું જીવંત રોટલી છું કે જે આકાશમાંથી નીચે આવે છે. જે કોઈ આ રોટલી ખાય છે તે સદાકાળ જીવશે. આ રોટલી મારું માંસ છે, જે હું જગતના જીવનને માટે આપીશ."
66 આ સમયથી તેમના ઘણાં શિષ્યો પાછા ગયા, અને ફરી તેમની પાછળ ગયા નહિ.
68 સિમોન પિતરે તેમને જવાબ આપ્યો, "પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનનાં વચનો તમારી પાસે છે.