Pular para o conteúdo
Publicidade

યોહાન 6:35,48,51,53,56,60,66

35 ત્યારે ઈસુએ જાહેર કર્યુ, "જીવનની રોટલી હું છું. જે કોઈ મારી પાસે આવે છે તેને ફરી કદી ભૂખ લાગશે નહિ, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ લાગશે નહિ.

48 હું જીવનની રોટલી છું. 51 હું જીવંત રોટલી છું કે જે આકાશમાંથી નીચે આવે છે. જે કોઈ આ રોટલી ખાય છે તે સદાકાળ જીવશે. આ રોટલી મારું માંસ છે, જે હું જગતના જીવનને માટે આપીશ."

53 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે: જયાં સુધી તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તેમને તેનામાં જીવન નથી. 56 જે કોઈ મારું માંસ ખાય છે અને લોહી પીએ છે, તે મારાંમાં રહે છે અને હું તેનામાં.

ઘણા શિષ્યો ઈસુને મુકીને જતા રહયાં

60 તેમના શિષ્યોમાંના ઘણાંએ એ સાંભળીને કહ્યું, "આ કઠણ ઉપદેશ છે તે કોણ સ્વીકારશે?"

66 આ સમયથી તેમના ઘણાં શિષ્યો પાછા ગયા, અને ફરી તેમની પાછળ ગયા નહિ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.