41 તમે તમારા પિતાનાં કામ કરો છો."
તેઓએ વિરોધ કયોઁ, "અમે વ્યભિચારથી થયેલા સંતાન નથી. અમારા એક માત્ર પિતા ઈશ્વર જ છે."
42 ઈસુએ તેઓને કહ્યું, "જો ઈશ્વર તમારાં પિતા હોત તો, તમે મને પ્રેમ કરત, કારણ કે હું ઈશ્વર પાસેથી અહીંયા આવ્યો છું. હું મારી મેળે આવ્યો નથી; પણ ઈશ્વરે મને મોકલ્યો છે. 44 તમે તમારાં પિતા શેતાનનાં છો, અને તમે તમારા પિતાની ઇચ્છા પુરી કરવા ચાહો છો. આરંભથી જ તે મનુષ્યઘાતક હતો, સત્યને પકડી રાખતો નથી, કેમકે તેનામાં સત્ય નથી. જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાની જ ભાષા બોલે છે, કેમકે તે જુઠો અને જૂઠાનો પિતા છે.