Pular para o conteúdo
Publicidade

યોહાન 1:1-18

શબ્દ સદેહ થયો

1 આરંભમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો. 2 આરંભથી જ તે ઈશ્વરની સાથે હતા. 3 તેમનાંથી સઘળું બનાવવામાં આવ્યું, જે કંઇ થયું છે તે તેમના વિના બનાવવામાં આવ્યું નહિ. 4 તેમનામાં જીવન હતું, અને એ જીવન સમગ્ર માનવજાતનું અજવાળું હતું. 5 અજવાળું અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેના પર કાબૂ મેળવી શકયું નહિ.

6 ઈશ્વર તરફથી મોકલેલો એક માણસ હતો, જેનું નામ યોહાન હતું. 7 તે પ્રકાશ વિશે સાક્ષી તરીકે આવ્યો, જેથી તેના દ્વારા સર્વ લોકો વિશ્વાસ કરે. 8 તે પોતે પ્રકાશ ન હતો, તે ફકત પ્રકાશનાં સાક્ષી તરીકે આવ્યો હતો.

9 સાચો પ્રકાશ જે દરેકને પ્રકાશ આપે છે તે જગતમાં આવી રહયો હતો. 10 તે જગતમાં હતા અને તેમના દ્રારા જગત ઉત્પન્ન થયું હોવા છતાં જગતે તેમને ઓળખ્યા નહિ. 11 તેઓ જે તેમના પોતાના હતા તેમની પાસે આવ્યા, પણ તેમના પોતાનાંઓએ તેમનો અંગીકાર કયોઁ નહિ. 12 જે બધાએ તેમના પર અંગીકાર કયોઁ, જેઓએ તેમના નામ પર વિશ્વાસ કયોઁ તેટલાં ને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. 13 બાળકો કુદરતી રીતે જન્મેલાં નહિ, કે માણસની ઇચ્છાથી નહિ, કે પતિની ઇચ્છાથી નહિ પરંતુ ઈશ્વરથી જન્મેલાં છે.

14 શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.

15 યોહાન તેમનાં વિશે સાક્ષી આપે છે, તે ઘાટો પાડતા કહે છે, "જેમનાં વિશે મેં કહ્યું તે આ છે, ‘જે મારી પાછળ આવે છે તેઓ મારી અગાઉ થયા છે કેમકે તેઓ મારી અગાઉ હતા.’ " 16 તેમની ભરપૂરીમાંથી અમે કૃપા પર કૃપા પામ્યા છીએ. 17 કેમકે મોશે દ્રારા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું; કૃપા તથા સત્યતા ઈસુ મસીહ દ્રારા આવી. 18 ઈશ્વરને કદી કોઈએ જોયા નથી, પણ એક માત્ર પુત્ર જે પોતે ઈશ્વર છે અને પિતાની સાથે સૌથી નજીકનાં સબંધમાં છે; તેમણે તેમને ઓળખ્યાં છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.