Pular para o conteúdo
Publicidade

યોહાન 1:14-17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.

15 યોહાન તેમનાં વિશે સાક્ષી આપે છે, તે ઘાટો પાડતા કહે છે, "જેમનાં વિશે મેં કહ્યું તે આ છે, ‘જે મારી પાછળ આવે છે તેઓ મારી અગાઉ થયા છે કેમકે તેઓ મારી અગાઉ હતા.’ " 16 તેમની ભરપૂરીમાંથી અમે કૃપા પર કૃપા પામ્યા છીએ. 17 કેમકે મોશે દ્રારા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું; કૃપા તથા સત્યતા ઈસુ મસીહ દ્રારા આવી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા. 15 યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, "જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા."

    16 કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા. 17 નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.